HomeMorbiમોરબીમા ફ્લેટમા જુગાર રમતા 8 જુગારીઓ ઝડપાયાં 

મોરબીમા ફ્લેટમા જુગાર રમતા 8 જુગારીઓ ઝડપાયાં 

મોરબીના રવાપર-ઘુંડા રોડ પર આવેલી શક્તિ ટાઉનશિપ-2ની આધ્યા હાઇટ્સમાં પોલીસે દરોડો પાડી ફ્લેટમાં ધમધમતું તીનપત્તી જુગારધામ ઝડપી પાડ્યું હતું. કાર્યવાહી દરમિયાન આઠ શખ્સોને રૂ. 7.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ શક્તિટાઉનશિપ-૨ આધ્યા હાઇટસ બ્લોક નંબર -૨૦૪ મા આરોપી રસીકભાઇ ગણેશભાઈ ફેફર ના કબ્જા ભોગવટવાળા ફ્લેટમાં પોલીસે રેઇડ કરતા હાર જીતનો તીનપત્તીનો જુગાર રમતા ૦૮ ઈસમો રસીકભાઇ ગણેશભાઇ ફેફર રહે. રવપાર ઘુનડા રોડ શક્તિ ટાઉનશિપ-૨ આધ્યા હાઇટસ બ્લોક નંબર -૨૦૪ મોરબી  પ્રકાશભાઇ વશરામભાઇ ફેફર રહે. મોરબી આલાપ રોડ અમીધારા એપાર્ટમેન્ટ બ્લોક નંબર -૧૦૧, ભરતભાઇ ગોરધનભાઇ સવસાણી રહે.મોરબી અવની ચોકડી સોહમ પેલેસ બ્લોક નંબર-૨૦૨, જેન્તીલાલ ગાંડુભાઇ ઠોરીયા રહે.મોરબી શનાળા બાયપાસ ધર્મલાભ સોસાયટીના નાકે સરદાર પેલેસ, મીઠાલાલ મનજીભાઇ ફેફર રહે.મોરબી પંચાસર રોડ રાજનગર હનુમાનજી મંદીર સામે મુળરહે.હિરાપર તા.ટંકારા, યોગેશભાઇ ભીમજીભાઇ અમૃતિયા રહે.મોરબી સતનામ નગર ચંદ્રેશનગર પાછળ કેસરી હાઈટસ બ્લોક નં ૪૦૨, ગણેશભાઇ નરભેરામભાઇ ફેફર રહે.મોરબી ઉમીયા સર્કલ પાસે તપોવન સોસાયટી ઓમ પાર્ક.૩૦૧ મુળરહે.હિરાપર તા.ટંકારા, પ્રભુભાઇ સુંદરજીભાઇ ભાલોડીયા રહે.ચાચાપર તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૭,૨૦,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular