બાઈકની ચાવી ન આપતા સાળાનો ગુસ્સો ભડક્યો, બનેવી પર લાકડાના ધોકાથી જીવલેણ હુમલો
મોરબી શહેરમાં નજીવી બાબતને લઈને પરિવારિક સંબંધોમાં તણાવ સર્જાયો હતો. બાઈકની ચાવી માંગ્યા બાદ ન મળતા ઉશ્કેરાયેલા સાળાએ પોતાના બનેવી પર લાકડાના ધોકાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પર આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય નરેન્દ્રભાઈ કરૂણાંશંકર મહેતાએ આરોપી સુનિલ ઉર્ફ બાવલો કાંતિભાઈ પાડલિયા રહે. ઘુંટુ રોડ સિલ્વર પાર્ક સોસાયટી મોરબી વાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ પાસે આરોપીએ ફરીયાદીનું એકટીવા માંગતા ફરીએ નહી આપતા આરોપીને સારૂ નહી લાગતા જેમફાવે તેમ ગાળો આપી આરોપીએ ફરીયાદિને લાકડાના ધોકા વતી માથાના ભાગે તથા શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડી ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

