HomeMorbiમદદ માટે ઉભેલી એસ.ટી. બસને ટ્રકની જોરદાર ટક્કર, બે મહિલા મુસાફરો ઈજાગ્રસ્ત
મદદ માટે ઉભેલી એસ.ટી. બસને ટ્રકની જોરદાર ટક્કર, બે મહિલા મુસાફરો ઈજાગ્રસ્ત
માળિયા-હરીપર રોડ પર માનવતા દર્શાવી અન્ય બસના મુસાફરોને મદદ કરવા ઉભેલી એસ.ટી. બસને પાછળથી આવેલા પુરઝડપ ટ્રકે ટક્કર મારતા બે મહિલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે ટ્રક ચાલક સામે માળિયા મીયાણા પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ એસ.ટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને દ્વારકા જીલ્લાના સીદસરા ગામે રહેતા યોગીરાજસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.૩૨) એ આરોપી ટ્રેક રજી નં-DD-01R-9598 ના ચાલક વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રેક રજીસ્ટર નં-DD-01R-9598 વાળો પુર ઝડપે અને ગફલત ભરી રીતે માનવ જીદગી જોખમાય તેમ જાહેર રોડ ઉપર ચલાવી રોડની સાઈડમાં પાકીંગ લાઈટ ચાલુ કરી સાઈડમા ઉભેલ ફરીયાદીની એસ.ટી બસ રજીસ્ટર નં-GJ -18ZT-01 340134 વાળીને ડ્રાઈવર સાઈડના ભાગે ભટકાળી તેમા બેઠેલ પેસેન્જર પ્રીતીબેન મુનિશ્વર (ઉ.વ.૩૮) જેઓને પગના ભાગે સામન્ય ઈજા તથા પ્રતીભાબેન યશવંતરાય (ઉ.વ.૭૦) વાળાઓને કમરના ભાગે ફેક્ચર જેવી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.