HomeMorbiસામાકાંઠે જુગારધામ પર પોલીસનો દરોડો: પાંચ મહિલા સહિત આઠ શખ્સો રંગેહાથ ઝડપાયા
સામાકાંઠે જુગારધામ પર પોલીસનો દરોડો: પાંચ મહિલા સહિત આઠ શખ્સો રંગેહાથ ઝડપાયા
મોરબીના સામાકાંઠે આવેલ રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકતા પાંચ મહિલા સહિત કુલ આઠ શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે પીપડી રોડ રોયલ પાર્ક શેરી નં.૧માં રહેતા આરોપી ઈન્દ્રસિંહ જાડજાના રહેણાક મકાનમાં રેઇડ કરતા મહિલા તેમજ પુરૂષ એમ કુલ-૮ આરોપી ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા રહે, આનંદનગર શેરી નં.૧ મોરબી, મુનાફભાઇ અલ્તાફભાઇ ખુરેશી રહે, મોરબી-૧ વાવડી રોડ ક્રિષ્ણા પાર્ક શેરી નં.૧, રામાભાઇ કેશુરભાઇ અમર રહે,ગામ ટીબડી પાટીયા તા.જી.મોરબીવાળાને પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા ૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.