HomeMorbiવઘાસીયા ટોલનાકે દાદાગીરીનો આતંક: ટોલ કર્મચારીઓને ધમકી આપી ટોલ ભર્યા વગર કારચાલકો...
વઘાસીયા ટોલનાકે દાદાગીરીનો આતંક: ટોલ કર્મચારીઓને ધમકી આપી ટોલ ભર્યા વગર કારચાલકો ફરાર
વાંકાનેર-મોરબી હાઈવે પર આવેલા વઘાસીયા ટોલપ્લાઝા ખાતે ટોલ ટેક્સ ચૂકવવા બાબતે વિવાદ સર્જાતા કેટલાક સ્થાનિક શખ્સોએ ટોલ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમજ ટોલ ભર્યા વગર નીકળી જતા સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ પર કુબેર એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ બિહારના વતની હાલ વઘાસીયા ટોલનાકે મેનેજર તરીકે ફરજ બજાવતા ૩૭ વર્ષીય મુકેશકુમાર નિર્ભયકુમાર યાદવેએ આરોપી જયરાજસિંહ ઝાલા તથા હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા રહે. વઘાસિયા તા. વાંકાનેર તથા અજાણ્યા ચાર ઈસમો વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી જયરાજસિંહ ઝાલા તથા તેની સાથે બે અજાણ્યો માણસોએ ક્રેટા કાર રજીસ્ટર નંબર જીજે-૩૬-એજે-૨૩૧૨ વાળી આવી ટોલ કર્મચારીને તેની ગાડી ઉભી નહી રાખવા જણાવી બોલાચાલી કરી બાદ હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા રહે.વધાસીયા તા.વાંકાનેર વાળા તથા તેની સાથે બે અજાણ્યા માણસો સાથે પોતાના હવાલા વાળી સ્કોરપીયો કાર રજી નંબર જીજે-૦૮-બી.એચ-૦૦૦૭ વાળી લઇ ટોલબુથ પર આવી ટોલબુથના કર્મચારીને અમારી ગાડી ટોલબુથ પર નહી ઉભી રાખવા જણાવી આરોપીઓએ ટોલબુથના કર્મચારી સાથે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે મુઢ ઇજા કરી ટોલ નહી ભરી ટોલપ્લાઝના ગર્વેમેન્ટ ઓફ ઇન્ડીયા દ્વારા NHAI ને આપેલ નોટીફીકેશન G.S.R.838(E) નો ભંગ કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.