HomeMorbiહળવદમાં મહિલાને નિશાન બનાવી ત્રિપુટીનો ત્રાસ: ગાળો, મારામારી અને છરીથી ધમકીનો આરોપ

હળવદમાં મહિલાને નિશાન બનાવી ત્રિપુટીનો ત્રાસ: ગાળો, મારામારી અને છરીથી ધમકીનો આરોપ

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં નજીવી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ત્રણ શખ્સોએ મહિલા પર હુમલો કરી ગાળો ભાંડી, ઢીકાપાટુનો માર માર્યો હોવાનો અને છરી બતાવી ધાકધમકી આપ્યાનો આરોપ સામે આવ્યો છે. સમગ્ર મામલે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય ભારતીબેન ભરતભાઈ ખાવડીયાએ આરોપી તેજલબેન મહેશભાઈ જાંબુકિયા, મહેશભાઈ થોભણભાઈ, તથા મેરાભાઈ દલવાડી રહે. બધા હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીઓ ફરીયાદીના ઘર પાસે આવી સાથી ક્યાં છે તે બાબતે બોલી આરોપી તેજલબેન તથા મહેશભાઈએ ફરીયાદીને ગાળો બોલવા લાગેલ અને ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારેલ તથા આરોપી મેરાભાઈએ હાથમાં છરી રાખી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular