HomeMorbiવિશ્વાસ ઘાત! વાડી ભાગવી રાખનાર બે મજૂરો રૂ. 1.83 લાખનું જીરું અને...
વિશ્વાસ ઘાત! વાડી ભાગવી રાખનાર બે મજૂરો રૂ. 1.83 લાખનું જીરું અને બિયારણ લઈને ફરાર
હળવદના નવા દેવળીયા ગામે વાડી માલિકનો વિશ્વાસ જીતીને ત્યાં જ કામ કરતા બે મજૂરોએ ગોડાઉનમાંથી લાખો રૂપિયાનું જીરું અને બીટી કપાસનું બિયારણ ચોરી કરી રાતોરાત ફરાર થઈ જતાં ખેડૂત વર્ગમાં ચકચાર મચી છે. સમગ્ર મામલે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદના નવા દેવળીયા ગામે રહેતા અને ખેતી કરતા ૫૨ વર્ષીય પ્રૌઢ દિનેશભાઈ બચુભાઈ પટેલએ આરોપી નિલેષભાઈ ઉર્ફે મુકો ઉકારભાઈ બારીયા તથા હસમુખભાઈ અભેસંગભાઈ બારીયા રહે. બંન્ને મુળ ગામ ટોકરવા નીચવાસ ફળીયુ તા. ધાનપુર જી. દાહોદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીની નવા દેવળીયા ગામની સીમમા જેતપર રોડ ઉપર આવેલ વાણંદ વાળી વાડીએ આવેલ ગોડાઉનમાંથી તેમની વાડી ભાગવી રાખનાર મજુર બન્ને આરોપીઓ રાતના સવા બાર વાગ્યાથી સવારના સાત વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે જીરૂ બોરી નંગ-૧૭ કુલ મણ ૪૯ કિમત રૂપીયા ૧,૭૧,૫૦૦/- તથા બીટી કપાસનુ વાવેતર કરવા માટે લાવેલ બોલગાર્ડ બીટી કપાસની ૪૫૦ ગ્રામની થેલી નંગ-૧૩ કિમત રૂપીયા ૧૧,૭૦૦/- ની એમ મળી કુલ રૂપીયા-૧,૮૩,૨૦૦/- નો માલ કોઇ વાહનમા ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.