HomeMorbiમોરબી પોલીસની મોટી સફળતા: કારખાનામાંથી કોપર વાયર ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયાં
મોરબી પોલીસની મોટી સફળતા: કારખાનામાંથી કોપર વાયર ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયાં
મોરબી તાલુકા વિસ્તારમાં કારખાનામાંથી કોપર વાયરની અનડીટેક્ટ ચોરી ડીટેકટ કરી મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ ટીમે ઝડપી પાડેલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુન્હો રજિસ્ટર થયેલ હોય જે ગુન્હો વણશોધાયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી બાતમીના આધારે આ ચોરીઓના ગુન્હાને અંજામ આપનાર ઇસમોને મોરબી જેતપુર રોડ સાપર ગામના પાટીયા પાસે ગાળા તરફ જવાના રસ્તે આવેલ ભંગારના ડેલા ખાતેથી ચોરીમાં ગયેલ કોપર વાયર કિ.ગ્રા.૮૧ કી.રૂ.૯૭,૨૦૦/-, બોલેરો વાહન જીજે ૩૬ ટી ૭૦૧૩ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧,૯૭,૨૦૦/ના મુદ્દામાલ સાથે આરોપી વિકાસભાઈ અનિલભાઈ લોરીયા રહે. હાલ માળીયા ફાટક પાસે કાંતીનગર મોરબી, સાગરભાઈ મેરામભાઈ સોલંકી રહે. મેધપર તા.માળીયા મીયાણા, ઈશ્વરભાઈ ગોપીલાલભાઈ ગુર્જર રહે. સાપર ગામ તા.જી.મોરબી મુલ રહે. ચાંદરસ તા.માંડલ જી.ભીલવાડ રાજસ્થાનવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ અન્ય બે ઈસમો રવિભાઈ લાખાભાઇ સોલંકી રહે. મેધપર તા.માળીયા હાલ મોરબી તથા સચિનભાઈ લાખાભાઈ સોલંકી રહે. મેધપર તા. માળીયા (મી) હાલ રહે. મોરબીવાળાનુ નામ ખુલતા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.