HomeMorbiમાળિયા મિયાણાના વિરવિદરકા પાદરમાં દેશી બંદુક સાથે શખ્સ ઝડપાયો, એલસીબી-પેરોલ ફર્લો સ્ક્વોડની...

માળિયા મિયાણાના વિરવિદરકા પાદરમાં દેશી બંદુક સાથે શખ્સ ઝડપાયો, એલસીબી-પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત કાર્યવાહી

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે માળિયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામના પાદરમાં દરોડો પાડી એક શખ્સને દેશી હાથ બનાવટની લોખંડની બંદુક સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂ. 5 હજારની કિંમતનું હથિયાર કબજે કરી તેની સામે હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળેલ કે માળીયા (મિં.) તાલુકાના વિર વિરદકા ગામના પાદરમાં એક ઇસમ પોતાની પાસે એક ગે.કા. હાથ બનાવટની લોખંડની બંદુક હથિયાર સાથે હોવાની મળેલ ખાનગી બાતમીના આધારે બાતમીવાળા સ્થળે જઇ તપાસ કરતા આરોપી અસગર ઉર્ફે અબુ દાઉદભાઇ જેડા (ઉ.વ.૪૫) રહે.હાલ વિરવિદરકા તા.માળીયા(મીં)વાળો દેશી હાથ બનાવટની લોખંડની જામગરી બંદુક હથિયાર નંગ -૦૧ કિંમત રૂપિયા ૫,૦૦૦ નાં મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુધ્ધ માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.

RELATED ARTICLES

Most Popular