HomeMorbiપ્રેમલગ્નની અદાવતમાં રોહિદાસપરામાં ધીંગાણું: બંને પક્ષે મારામારી અને ધમકીની સામસામી ફરિયાદ નોંધાવી

પ્રેમલગ્નની અદાવતમાં રોહિદાસપરામાં ધીંગાણું: બંને પક્ષે મારામારી અને ધમકીની સામસામી ફરિયાદ નોંધાવી

મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં પ્રેમલગ્નના મુદ્દે બે પરિવારો વચ્ચે તણાવ ઉગ્ર બનતા મારામારીની ઘટના બની હતી. લોખંડના પાઇપ, ધોકા અને બેટ વડે હુમલો કર્યાના આક્ષેપો સાથે એક પક્ષે ફરિયાદ નોંધાવી તો સામા પક્ષે પણ મારપીટ અને ધમકી અંગે પોલીસમાં અરજી આપી છે. ઘટનાને પગલે પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા ચોકમાં રહેતા ૨૧ વર્ષીય ભાવેશભાઈ મહેશભાઈ સારેસાએ આરોપી ગૌતમભાઈ ત્રિભુવનભાઈ કાટીયા, મહેન્દ્રભાઈ વિરજીભાઈ કાટીયા, દેવાભાઈ લાલાભાઈ કાટીયા, કેતનભાઈ નારણભાઈ કાટીયા રહે. બધા રોહિદાસપરા મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના માનીતા ફઈએ પ્રેમલગ્ન કરેલ હોય અને તે ફરીયાદિના ઘરે આવતા -જતા હોય જે આરોપીઓને સારૂ નહી લાગતા ફરીયાદી તથા સાથી રમેશભાઈ સારેસા તથા સાથી મંજુલાબેન સારેસા ત્રણેય ઘરે હાજર હોય ત્યારે આરોપીઓ ગૃહ અપ-પ્રવેશ કરી આરોપી ગૌતમભાઈએ લોખંડના પાઈપ વતી ફરીયાદિને માથાના ભાગે ઘા મારી ઇજા કરી તથા આરોપી મહેન્દ્રભાઈએ ઢીકા પાટુનો મુંઢમાર મારી ઈજા કરી તથા આરોપી દેવાભાઈએ લાકડાના ધોકા વતી તેમજ આરોપી કેતનભાઈએ બેટ વતી ફરીયાદીને શરીરે માર મારી ઇજા કરી આરોપીઓએ ભુંડી ગાળો આપી પતાવી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

જ્યારે સામાપક્ષે મોરબીના વીસીપરા રોહિદાસપરા ચોકમાં રહેતા ત્રિભુવનભાઈ લાલજીભાઈ કાટીયાએ ત્યાં જ રહેતા આરોપી રમેશભાઈ અંબાલાલ સારેસા તથા ભાવેશભાઈ મહેશભાઈ સારેસા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના મોટાભાઈની દિકરીએ પ્રેમલગ્ન કરેલ હોય જે તેના પતિ સાથે આરોપી રમેશભાઈના ઘરે આવતા-જતા હોય જેથી ફરીયાદી તથા સાથી ગૌતમ તથા મહેન્દ્રભાઈ તથા દેહાભાઈ તથા ચેતનભાઈ નાઓ સાથે આરોપી રમેશભાઈના ઘરે સમજાવવા જતા આરોપીઓએ ભુંડી ગાળો આપી ફરીયાદિને ઢીકાપાટુનો મુંઢમાર મારી મુંઢ ઇજાઓ કરી પતાવી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી હતી.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને પક્ષો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular