HomeMorbiલીલાપર રોડ પર જુગારધામ પર પોલીસનો દરોડો: વર્લી મટકો રમાડતો એક ઝડપાયો,...

લીલાપર રોડ પર જુગારધામ પર પોલીસનો દરોડો: વર્લી મટકો રમાડતો એક ઝડપાયો, બે સાગરિત ફરાર

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ વિસ્તારમાં સચોટ બાતમીના આધારે કાર્યવાહી કરીને વર્લી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે લીલાપર રોડ પર આવેલી રામેશ્વર નળીયાના કારખાના પાસે એક ઇસમ મોબાઈલ ફોનમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહ્યો છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડીને ત્યાંથી મેહુલભાઈ જીલુભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈ પાટડીયા (ઉં.વ. ૨૨), રહે. લીલાપર રોડ, મૂળ રહે. માણાબા, તા. માળિયાવાળાને રોકડ રૂપિયા ૨૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૭૨૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે શખ્સો અશ્વિનભાઈ મનુભાઈ વાઘાણી રહે. લીલાપર, મોરબી તથા રાજુભાઈ કોળી રહે. વાવડી રોડ, મોરબીવાળા નું નામ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular