HomeMorbiઘૂંટુ ગામની સીમમાં દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ; આરોપી ફરાર
ઘૂંટુ ગામની સીમમાં દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ; આરોપી ફરાર
મોરબી તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. ઘૂંટુ ગામની સીમમાં શંકાસ્પદ રિક્ષામાંથી રૂ. 1.19 લાખથી વધુના ઈંગ્લીશ દારૂ અને વાહન સાથેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે આરોપી ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના ઘૂંટુ ગામની સીમમાં, હળવદ રોડથી પીપળી જતા રસ્તા પર આવેલી ITI ની બાજુમાંથી એક શંકાસ્પદ ઓટો રિક્ષા GJ-36-W-9870 વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૨૪૦ કિંમત રૂપિયા ૧૯૨૦૦ તથા રીક્ષા કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ કુલ કિંમત રૂપિયા ૧,૧૯,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.