હળવદના માથક ગામેથી બાઈકની ઉઠાંતરી
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે રહેતા ૪૮ વર્ષીય પ્રવિણભાઇ ભુપતભાઈ ચૌહાણએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ તાલુકાના માથક ગામના પાદરમાં આવેલા જી.ઇ.બી. (GEB) સબ સ્ટેશન પાસે પાર્ક કરેલ ફરીયાદીનુ હોન્ડા કંપનીનું સાઇન મોટરસાઇકલ જેના રજીસ્ટર નંબર GJ-13-QQ-9762 જેની કિંમત રૂપિયા ૧૫૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.