HomeMorbiમોરબીના વાંકડા ગામે પોલીસનો સપાટો: નંબર પ્લેટ વગરની TUVમાંથી રૂ. 1.60 લાખનો...

મોરબીના વાંકડા ગામે પોલીસનો સપાટો: નંબર પ્લેટ વગરની TUVમાંથી રૂ. 1.60 લાખનો દેશી દારૂ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે વાંકડા ગામની સીમ વિસ્તારમાં બાતમીના આધારે કાર્યવાહી કરી નંબર પ્લેટ વગરની મહેન્દ્રા TUV-300 કારમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 5.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે, “એક સદેફ કલરની મહેન્દ્રા કંપનીની નંબર પ્લેટ વગરની TUV 300 કાર વાળીમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર કૈફી પીણુ ભરી માળીયા (મિં) મોરબી તરફ આવે છે જે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા કારમાંથી દેશીદારૂ લી-૮૦૦ કિં.રૂ.૧,૬૦,૦૦૦/- તથા કાર કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૫,૬૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી કાર ચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular