HomeMorbiમોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે 31 જુલાઈ સુધી વિશેષ મેળાનું આયોજન

મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે 31 જુલાઈ સુધી વિશેષ મેળાનું આયોજન

મોરબી જીલ્લાના તમામ પેન્સનર ભાઈઓ તથા બહેનોને સરકાર દ્વારા ખાસ હયાતીનું લાઇફ સર્ટિફિકેટ મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં તેમજ દરેક પોસ્ટ ઓફિસમાં તેમજ સાથે મોરબીમાં દરેક પેન્સનરનાં ધરે જઈને કોઈ પણ ચાર્જ વગર ફ્રીમાં ડીજીટલ લાઈફ (હયાતી) સર્ટીફીકેટ કરી આપશે આ માટે સ્પેશિયલ મેળાનું આયોજન તા-૧૦/૦૬/૨૬ થી તા-૩૧/૭/૨૬ સુધી દરરોજ મોરબી મેઈન પોસ્ટ ઓફિસ મોરબી ખાતે સવારે ૭-૩૦ થી ૧૦-૩૦ સુધી મેળા નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી મોરબી જિલ્લાના દરેક રાજય સરકાર નાં પેન્સરો ઘર બેઠા તેમજ મેળાનો વધું માં વધુ લાભ લઈ શકે.

RELATED ARTICLES

Most Popular