HomeMorbiલીલાપર પાણીની ટાંકી પાસે દારૂનો જથ્થો ઝડપાયો, 67 બોટલ સાથે આરોપી પોલીસના...

લીલાપર પાણીની ટાંકી પાસે દારૂનો જથ્થો ઝડપાયો, 67 બોટલ સાથે આરોપી પોલીસના હાથે ચડ્યો

મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામે પાણીની ટાંકી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક યુવકની ધરપકડ કરી છે. પોલીસે રૂ. 6,700ના મુદ્દામાલ સાથે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન લીલાપર ગામની પાછળ આવેલી પાણીની ટાંકી પાસે જાહેર જગ્યામાં એક ઇસમ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો નજરે પડ્યો હતો. પોલીસ સ્ટાફે નજીક જઈને જોતા તે ખાખી કલરના બે પુઠ્ઠાના બોક્સની તલાશી લેતા બોક્સમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૬૭ કિંમત રૂપિયા ૬૭૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપી ગૌતમભાઈ નરભેરામભાઈ શેરસિયા (ઉં.વ. ૨૭) રહે. લીલાપર, તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular