HomeMorbiજૂની અદાવતનો લોહિયાળ અંત: વજેપરમાં યુવક અને મિત્ર પર છરી-પાઇપથી હુમલો, પાંચ...

જૂની અદાવતનો લોહિયાળ અંત: વજેપરમાં યુવક અને મિત્ર પર છરી-પાઇપથી હુમલો, પાંચ સામે ગુનો

મોરબીના વજેપર વિસ્તારમાં જૂની અદાવત અને મિત્રતાના ખારને લઈને પાંચ શખ્સોએ બે યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં એક યુવકને છરીના ઘા મારવામાં આવ્યા હતા જ્યારે તેના મિત્રને લોખંડના પાઇપ વડે ઇજા પહોંચાડતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ વજેપર શેરી નં.-૧૧ માં રહેતા ૧૯ વર્ષીય રોહિતભાઈ જગદીશભાઈ બાંભણીયાએ આરોપી જગદીશ ઉર્ફે જગો સુરેશભાઈ થરેશા, દિપ ગણેશભાઈ રાવલ, તથા જીગ્નેશ ભિમાભાઈ રહે. ત્રણ વજેપર મોરબી તથા જયપાલ ઝાલા રહે. શીવ સોસાયટી મોરબી તથા સાહિલ મુન્નાભાઈ જાદવ રહે. કાલિકા પ્લોટ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના મીત્રને આરોપી જગદીશ સાથે જુનો ઝગડો ચાલતો હોય જે બાબતેનો ખાર રાખી આરોપીઓએ જેમફાવે તેમ ગાળો બોલી આરોપી જગદીશ તથા દિપએ ફરીયાદીને વાસાના ભાગે તથા સાથળના ભાગે છરીના ઘા મારી તેમજ જયપાલએ લાકડાના ધોકા વડે પગમા ઘા મારી તેમજ આરોપી દિપએ સાથી વિશાલભાઇને માથામા લોખંડના પાઈપનો ઘા મારી તેમજ આરોપીઓએ ફરીયાદી તથા સાથીને ઢીકાપાટુનો માર મારી ગંભીર ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular