HomeMorbiમોરબી ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યકરને નોટિસ: સસ્પેન્ડ કરવાની ચીમકી

મોરબી ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યકરને નોટિસ: સસ્પેન્ડ કરવાની ચીમકી

મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં મોટો ગરમાવો આવી ગયો છે. માળીયા મિયાણા તાલુકા વિસ્તારમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી હોવાની ગંભીર ફરિયાદ જિલ્લા ભાજપ કાર્યાલયને મળી છે. આ મામલે સંગઠન દ્વારા કડક વલણ અપનાવીને શિસ્તભંગના પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ આંતરિક વિરોધના મામલે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા માળીયા (મી.) ના નાના ભેલા ગામના કાર્યકર ભાવિકભાઈ મિતેષભાઈ કાવરને સત્તાવાર કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે પક્ષ વિરૂદ્ધ કામ કરવા બદલ શા માટે તેમની સામે પગલાં ન લેવા તે અંગે તેમણે ખુલાસો કરવો પડશે.

જિલ્લા ભાજપ પ્રમુખે નોટિસમાં કડક શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું છે કે, આ બાબતે આવતીકાલે સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં કાર્યકરે પોતાનો ખુલાસો રજૂ કરવો પડશે. જો નિયત સમય મર્યાદામાં યોગ્ય ખુલાસો રજૂ કરવામાં નહીં આવે, તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular