Saturday, November 8, 2025
HomeMorbiTankaraટંકારાના હડમતીયા ગામેથી ઈંગ્લીશ દારૂની 25 બોટલો સાથે એક ઝડપાયાં 

ટંકારાના હડમતીયા ગામેથી ઈંગ્લીશ દારૂની 25 બોટલો સાથે એક ઝડપાયાં 

Advertisement
Advertisement

ટંકારાના હડમતીયા ગામેથી ઈંગ્લીશ દારૂની 25 બોટલો સાથે એક ઝડપાયાં

ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા ગામેથી ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલો સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના હડમતીયા ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૫ કિં રૂ.૧૨૨૮૦ નો મુદ્દામાલ આરોપીએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ હોય જે રેઇડ દરમ્યાન આરોપી પ્રવીણભાઈ સગરામભાઈ અજાણા (ઉ.વ.૩૨) રહે. હડમતીયાવાળાને ટંકારા પોલીસે ઝડપી પાડી તથા અન્ય એક ઈસમ કાનાભાઈ કરશનભાઇ અજાણા રહે. હડમતીયાવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular