ટંકારા તાલુકાના સજનપર ગામથી ઘુનડા તરફ જતા માર્ગ પર ટંકારા પોલીસે એક ઈસમને બિયર ટીન અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. પોલીસે કુલ રૂ. ૨૦,૫૦૦ ના મુદામાલનો કબજો મેળવ્યો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન સજનપર-ઘુનડા રોડ પર તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન એક ઈસમ પોતાની મોટરસાયકલ (ક્રમાંક GJ-03-EM-7046) પર ૫ બિયર ટીન (કિંમત રૂ. ૫૦૦) સાથે હેરાફેરી કરતા મળી આવ્યો હતો. પોલીસે બાઈક સહિત કુલ રૂ. ૨૦,૫૦૦ નો મુદ્દામાલનો કબજે કર્યો છે.
પોલીસે જણાવ્યા મુજબ, ઝડપાયેલા આરોપીનું નામ દીવલભાઈ વરસીંગભાઈ મૈડા (ઉં. 32 રહે. હાલ સજનપર, રાધે ફાર્મ રોડ પાસે) લાલજીભાઈ ભાણજીભાઈ પટેલ (રહે છે તે વાડીની ઓરડી ટંકારા જીલ્લો મોરબી મુળ રહે દાહોદવાળા) એવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ટંકારા પોલીસે આરોપી સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




