રાજકોટ–મોરબી હાઇવે પર જબલપુર થી ખજુરા હોટેલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અચાનક રોડ પરથી ઉતરતા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા આગળ જતા બાઈકને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઈક રોડ સાઇડમાં ફંગોળાઈ ગયું હતું.
આ અકસ્માતમાં બાઈક ચાલકને ઇજા પહોચી હતી જ્યારે પાછળ સવાર છગનભાઈ ગણપતભાઈ કનેશ ડમ્પરનાં પાછળના ભાગે આવી જતા ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના રહેતા અને હાલ મોરબીના મકનસર વિસ્તારમાં રહેતા અંતરસિંહ મગનસિંહ ચૌહાણ (ઉ.વ. 30) એ ટંકારા પોલીસ સ્ટેશને ગુનાની ફરીયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ડમ્પર નં. GJ-13-AW-9789 ના ચાલકે ઓવરટેક દરમિયાન બેદરકારીપૂર્વક સ્પીડમાં વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો.
અકસ્માત બાદ આરોપી ડ્રાઇવર ડમ્પર છોડી સ્થળ પરથી નાસી ગયો હતો. પોલીસે ફરીયાદના આધારે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.




