HomeMorbiચેક બાઉન્સ કેસમાં સજા પામેલો આરોપી આખરે પોલીસના સકંજામાં, ટંકારા પોલીસે કોર્ટમાં...
ચેક બાઉન્સ કેસમાં સજા પામેલો આરોપી આખરે પોલીસના સકંજામાં, ટંકારા પોલીસે કોર્ટમાં રજૂ કરી જેલભેગો કર્યો
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ સજા પામ્યા બાદ કોર્ટમાં હાજર ન રહેનાર આરોપીને ટંકારા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી રાજકોટ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટના આદેશથી આરોપીને મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો.
આ અંગે મળતી માહિતી મુજબ એડી.ચીફ.જયુડી.મેજિસ્ટ્રેટ, રાજકોટ (સ્પેશ્યલ નેગોસીએબલ કોર્ટ) નાઓએ ફોજદારી કેશ નંબર-૧૬૭૫૯/૨૦૧૯ ના કામે મહેશભાઇ વાઘજીભાઈ ઝાપડા રહે. કલ્યાણપર ગામ તા.ટંકારા જી.મોરબી વાળાને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના કામે સજા ફરમાવેલ હોય જેમાં આરોપી નામદાર કોર્ટમાં હાજર થયેલ ન હોય જેથી આરોપીનુ નામદાર રાજકોટ કોર્ટનાઓએ ફરતુ વોરંટ ઇશ્યુ કરેલ હોય જે વોરંટની ગંભીરતા ધ્યાને લઇને આરોપી અંગે બાતમી મેળવી આરોપી મહેશભાઇ મહેશભાઇ વાઘજીભાઇ ઝાપડા જાતે ભરવાડ ઉ.વ.૪૦ રહે. કલ્યાણપર ગામ તા.ટંકારાવાળાને પકડી નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા હુકમ કરતા આરોપીને રાજકોટ જેલ હવાલે કરવામા આવેલ છે.