HomeMorbiHalvadમોરબીમાં ધોળા દિવસે ચેઈન સ્નેચિંગની ઘટના! જૈન દેરાસર પાસે શિક્ષિકાના ગળામાંથી રૂ....
મોરબીમાં ધોળા દિવસે ચેઈન સ્નેચિંગની ઘટના! જૈન દેરાસર પાસે શિક્ષિકાના ગળામાંથી રૂ. 1.30 લાખની સોનાની ચેઈન લૂંટી
મોરબી: મોરબી શહેરમાં ચેઈન સ્નેચિંગની વધુ એક ઘટના સામે આવી છે. દરબારગઢ રોડ પર આવેલા જૈન દેરાસર પાસે એક્ટિવા પર જઈ રહેલા શિક્ષિકાને નિશાન બનાવી બાઈક સવાર બે શખ્સોએ ગળામાંથી એક તોલાની સોનાની ચેઈન આંચકી ફરાર થઈ ગયા હતા. લૂંટાયેલી ચેઈનની કિંમત અંદાજે રૂ. 1.30 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ વવાણીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પૂજાબેન સવારે પૂજા માટે જઈ રહ્યા હતા ત્યારે ડબલ સવારી બાઈક પર આવેલા શખ્સોએ તકનો લાભ લઈ તેમના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લીધી હતી. બનાવમાં મહિલાને કોઈ ઈજા થઈ નહોતી. જોકે, ધોળા દિવસે બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ભોગ બનનાર મહિલાએ અજાણ્યા બાઈક સવાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.