Sunday, April 19, 2026
HomeGujaratહળવદના ચિત્રોડી ગામે યુવતીએ ઝેરી દવા પી જીંદગી ટુંકાવી 

હળવદના ચિત્રોડી ગામે યુવતીએ ઝેરી દવા પી જીંદગી ટુંકાવી 

Advertisement
Advertisement

હળવદના ચિત્રોડી ગામે રહેતી યુવતીની સગાઈ થઈ હોય અને આ સગાઈ છુટી કરવાની વાત થતા મનોમન લાગી આવતી યુવતીએ ઝેરી દવા પી લેતા યુવતીનુ મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ચિત્રોડી ગામના વતની અને હાલ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે હરીઓમ સોસાયટીમાં રહેતા ધીરૂભાઇ રાઠોડની દીકરી કિંજલબેન (ઉ.વ.૨૧) નામની યુવતીની તથા તેના ભાઈ કરણની સગાઈ કોયબા ગામે દિલુભાઈ ચૌહાણના દિકરા દિકરી સાથે સામ સામે કરેલ હતી અને આ સગાઈ છુટી કરવાની વાત થતા કિંજલબેનને સગાઈ કરેલ દિકરો ગમતો હોય તેને છુટું કરવુ ન હોય જેનુ તેને મનમાં લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી લેતા કિંજલબેન નામની યુવતીનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular