HomeMorbiહળવદમાં બાવળની કાંટ પાછળથી રૂ.19 હજારનો દારૂ બીયરનો જથ્થો ઝડપાયો

હળવદમાં બાવળની કાંટ પાછળથી રૂ.19 હજારનો દારૂ બીયરનો જથ્થો ઝડપાયો

હળવદમાં ખુલ્લા પ્લોટમાં બાવળની કાંટની આડશ બનાવી વિદેશી દારૂ અને બિયરના વેચાણનો ગેરકાયદેસર ધંધો ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી મનસુખભાઈ ઉર્ફે મુન્નો લવજીભાઈ ગોયલને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો અને કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ટીન સહિત કુલ રૂ. ૧૯,૧૩૫નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular