HomeMorbiમોરબી જિલ્લાના ડેમી-૨ ડેમમાંથી ચેકડેમ ભરવા અર્થે ૩૦ જુલાઈએ પાણી છોડાશે; નીચાણવાસના...

મોરબી જિલ્લાના ડેમી-૨ ડેમમાંથી ચેકડેમ ભરવા અર્થે ૩૦ જુલાઈએ પાણી છોડાશે; નીચાણવાસના ૧૦ ગામોને નદીના પટમાં ન જવાની ચેતવણી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-૨ સિંચાઈ યોજના હેઠળના હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરીને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે સ્થાનિક કક્ષાએથી રજૂઆત અન્વયે ખેડૂતોના હિતને ધ્યાને રાખીને રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, માલમત્તા અને કલ્પસર વિભાગ દ્વારા ૧૨૫ એમ.સી.એફ.ટી. (Mcft) પાણીનો જથ્થો છોડવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી અન્વયે આવતીકાલે તા. ૩૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ડેમી-૨ ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ ખોલીને ૪૯૯ ક્યુસેક પાણી નદીના પટમાં છોડવામાં આવશે.

જળાશયમાંથી પાણી છોડવામાં આવનાર હોવાથી સાવચેતીના અગમચેતીના પગલારૂપે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ અને ડાયમંડનગર બેલા તેમજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામ મળી કુલ ૧૦ નીચાણવાસના ગામોના નાગરિકોને સચેત કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત તમામ ગ્રામજનો અને વાહનચાલકોને નદીના પટમાં અવરજવર ન કરવા, પોતાના માલ-ઢોરને નદીમાં ન જવા દેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સુરક્ષા વિષયક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular