HomeMorbiઆમરણની વાણીયા શેરીમાં જુગારનો અડ્ડો ઝડપાયો: તીનપત્તી રમતા 5 ઝડપાયા, રૂ. 71,500...
આમરણની વાણીયા શેરીમાં જુગારનો અડ્ડો ઝડપાયો: તીનપત્તી રમતા 5 ઝડપાયા, રૂ. 71,500 રોકડ જપ્ત
મોરબી તાલુકાના આમરણ ગામે વાણીયા શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા રોકડ સહિત કુલ રૂ. 71,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યારે એક શખ્સ નાસી છૂટતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના આમરણ ગામે વાણીયા શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો રજાકભાઇ કરીમભાઈ ચૌહાણ, આબેડીન ઈકબાલભાઈ બુખારી, કરણભાઈ પ્રભુભાઈ વરાણીયા, સતારમીયા અહેમદમીયા બુખારી, શોયેબભાઈ ઇસ્માઇલભાઈ સોલંકી રહે. બધા આમરણ ગામ તા. જી. મોરબીવાળાને રોકડ રૂપિયા ૭૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ અસરફમીયા ગીગામીયા બુખારી રહે. આમરણવાળો શખ્સ સ્થળ પર થી નાસી છૂટતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.