Monday, April 20, 2026
HomeMorbiવ્યાજ અને દારૂના વેચાણમાં સંડોવાયેલ મોરબીના બે આરોપીને પાસા તળે ડીટેઇન કરાયા

વ્યાજ અને દારૂના વેચાણમાં સંડોવાયેલ મોરબીના બે આરોપીને પાસા તળે ડીટેઇન કરાયા

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં વ્યાજ ચક્ર ચલાવી અવારનવાર લોકોને પચાવતા આરોપી તથા દારૂનું વેચાણ કરતા આરોપી કે જે અવારનવાર ઝડપી પાડવામાં આવ્યા છે તેવા બે આરોપીને પોલીસે પાસા તળે ડીટેઇન કર્યા છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ (૧) સમીરભાઇ રફીકભાઇ પલેજા ઉ.વ.રપ રહે. મોરબી કાલીકાપ્લોટ શેરીનં.ક બાવાસ અહેમદશા મસ્જીદ વાળી શેરી વાળા તથા વ્યાજ વટાવના અવાર નવાર ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ (૨)દુષ્યંતભાઇ ઉર્ફે કિશનભાઇ મહેશભાઇ અજાણા ઉ.વ.૨૩ રહે. મોરબી ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોકનં.એમ./૯૮૪ વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી સમીરભાઇ રફીકભાઇ પલેજા ઇસમને ભાવનગર જેલ તેમજ દુષ્યંતભાઇ ઉર્ફે કિશનભાઇ મહેશભાઇ અજાણાને સુરત લાજપોર જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવેલ છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular