મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લાના પી.આઇ. ને કામગીરી સોંપવામાં આવી.
મોરબી જીલ્લા ખાતે સર્કલ પો.ઇન્સ., મોરબી તથા વાંકાનેરની કચેરી હેઠળ આવતા પોલીસ સ્ટેશનોને પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિક્ષક, ગુજરાય રાજય, ગાંધીનગરના હુકમ ક્માંક:ઇ/૧૫૩૬/નવી સેવા ૨૦૨૪-૨૫/૧૫૯૫/૨૦૨૪ તા.૨૪/૦૭/૨૦૨૪થી પો લિસ સબ ઇન્સ્પેક્ટર કક્ષામાંથી પોલિસ ઇન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરવામાં આવેલ હોવાથી હાલ સર્કલ પો.ઇન્સ., મોરબીની કચેરી હસ્તક પો.સ.ઇ. કક્ષાના પોલીસ સ્ટેશન ન હોવાથી સર્કલ પો.ઇન્સ., મોરબી તરીકે ફરજ બજાવતા પો.ઇ. શ્રી કે.કે.દરબારને બીજો હુકમ ન થાય ત્યા સુધી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સેકન્ડ પો.ઇન્સ. તરીકે પોતાની ફરજ ઉપરાંત વધારાની કામગીરી તરીકે કરવા હુકમ કરવામાં આવે છે. ૨/- સર્કલ પો.ઇન્સ., વાંકાનેર તરીકે ફરજ બજાવતા પો.ઇ. શ્રી વી.પી.ગોલને બીજો હુકમ ન થાય ત્યા સુધી વાંકાનેર વિભાગ, વાંકાનેર હસ્તકના વિસ્તાર લગત નાસતા ફરતા સ્કોડની કામગીરી પોતાની ફરજ ઉપરાંત વધારાની કામગીરી તરીકે કરવા હુકમ કરવામાં આવે છે. નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વાંકાનેર વિભાગ, વાંકાનેરનાઓએ તેઓના વિસ્તારના નાસતા ફરતા આરોપીઓને લગત કાગળો અભ્યાસ માટે સોંપવાના રહેશે તેમજ જરૂરીયાત મુજબના પોલીસ કર્મચારીઓ પુરા પાડવાના રહેશે.




