Sunday, April 19, 2026
HomeMorbiMaliya Miyanaમાળીયા મિયાણાના જૂના ઘાટીલા ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું

માળીયા મિયાણાના જૂના ઘાટીલા ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું

Advertisement
Advertisement

માળીયા મિયાણાના જૂના ઘાટીલા ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું

માળીયા મીયાણા પોલીસે માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ઉગમણા ઝાંપા પાસે દૂધ મંડળીની પાસે આ કામના આરોપીના રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર રેડ કરી જેટલા પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા (મીં) પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ઉગમણા ઝાંપા પાસે દૂધ મંડળીની પાસે રહેતા આરોપી રાઘવજીભાઈ હરજીભાઈ વિડાજા પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમી રમાડતા હોય જે સાત ઈસમો રાઘવજીભાઈ હરજીભાઈ વિડજા ઉં.વ.૬૦, જયેશભાઈ જીવરાજભાઈ વિડજા ઉં.વ.૪૬, દિનેશભાઈ પોલજીભાઈ જશાપરા, નરેન્દ્રભાઈ નાથાભાઈ વિડજા ઉં.વ.૪૮, વિજયભાઈ બચુભાઈ જાકાસણીયા ઉ.વ.૩૪, મહેશભાઈ મગનભાઈ વિડજા ઉં.વ.૫૦, તળશીભાઈ સવજીભાઈ ગઢીયા ઉં.વ.૬૮, રહે. બધા જુના ઘાંટીલા ગામ તા-માળીયા મીં.વાળાને રોકડ રૂ. ૪૬૭૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular