Monday, April 20, 2026
HomeMorbiવાંકાનેર વીડી જાંબુડીયા ફોરેસ્ટ ના વન રક્ષકને જાનકી મારી નાખવાની ધમકી મળતા...

વાંકાનેર વીડી જાંબુડીયા ફોરેસ્ટ ના વન રક્ષકને જાનકી મારી નાખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઇ

Advertisement
Advertisement

વાંકાનેર વીડી જાંબુડીયા ફોરેસ્ટ ક્વાર્ટરમા રહેતા અને વનરક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ હીરાભાઈ સોલંકી (ઉ.વ.૨૮) એ આરોપી રમેશભાઈ જાલાભાઈ ગમારા રહે. ધોળાકુવા, તથા આઇવા ડમ્પર રજીસ્ટર નંબર -જીજે-૧૩- એ.એકસ-૬૩૫૭ વાળા ડ્રાઈવર તથા મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એન-૨૬૬૪ ના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના કબ્જાવાળુ આઇવા ડમ્પર જીજે-૧૩- એ.એક્સ- ૬૩૫૭ પુર જડપે અને ગફલત રીતે ચલાવી અને રાજ્યસેવક (ફરી.)ને જાન હાની પહોચે તે રીતે બેફરાઇથી હંકારી ફરી.ની ફરજની કામગીરી અટકાવવા તથા હાની પહોચાડવાની ધમકી આપી પોતાના હવાલા વાળુ આઇવા ડમ્પર લઇ ભાગી જઇ તથા આરોપી ડમ્પર ચાલક તથા બાઈક ચાલકએ પણ રાજ્યસેવકની ફરજમા અટકાયત કરી ફરીયાદી તથા સાહેદ રાહુલ વાંકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular