Monday, April 20, 2026
HomeMorbiમોરબીના કાલિકા પ્લોટ વિસ્તાર માંથી દારૂનો ૫ બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તાર માંથી દારૂનો ૫ બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

 

મોરબીના કાલિકા પ્લોટમાં સાઈન્ટીફીક રોડ નાલા પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના કાલિકા પ્લોટમાં સાઈન્ટીફીક રોડ નાલા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૫ કિં.રૂ. ૧૫૦૦ નાં મુદામાલ સાથે આરોપી ધર્મેશભાઈ સુરેશભાઈ મહેતા (ઉ.વ.૫૧) રહે. આલાપ રોડ નવરંગપાર્ક-૦૧ રાજપાન ઉપર મોરબીવાળાને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ અહેમદભાઈ મહમદભાઇ વડાવરીયાને રહે. વાવડી રોડ ગણેશનગર મોરબીવાળાઓ સ્થળ પર હાજર ન મળી આવતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular