Sunday, April 19, 2026
HomeMorbiTankaraવ્યાજખોરો ના ત્રાસથી ટંકારાના હમીરપર ગામે રહેતા આધેડે જીવન ટૂંકાવ્યું

વ્યાજખોરો ના ત્રાસથી ટંકારાના હમીરપર ગામે રહેતા આધેડે જીવન ટૂંકાવ્યું

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા અને વેપાર કરતા ભાવનાબેન ગોપાલભાઈ ચિકાણી (ઉ.વ.૫૦ ) એ આરોપી ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા (ખીરસરા) તા. માળીયા (મીં) તથા રાહુલભાઇ બચુભાઈ સવસેટા રહે. લાભદીપ સોસાયટી શેરી નં -૦૩ રાજકોટવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતી ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણીને આરોપી ભગવાનજીભાઈએ બળજબરી કરી જમીનનુ રુ.૨૩,૨૩,૦૦૦/- નુ સાટા ખત કરાવી જે સાટા ખત પેટે રુ.૧૦ લાખ ચેકથી આપી જેનુ વ્યાજ રુ.૦૫ લાખ આપેલ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરી મોતનો ભય બતાવતા તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા તથા આરોપી રાહુલભાઇએ ફરીયાદીના પતીને પ્રોમીસરી નોટ લખાવી રુ.૨૦ લાખ આપી તેનુ વ્યાજ ૧૦ % લેખે લેતા ફરીયાદીના પતિએ તેને રુ.૨૪ લાખ વ્યાજ સહીત ચુકતે કરી આપવા છતા ફરીયાદીના પતિ પાસેથી ઉચુ વ્યાજ મેળવવા માટે બળજબરી કરી મોતનો ભય બતાવી તેમજ મારી નાખવાની ધમકીઓ આપતા તેમજ બન્ને આરોપીઓ ફરીયાદીના પતિ પાસે ઉચા પઠાણી વ્યાજની ઉઘરાણી કરી મરવા મજબુર કરતા જે લાગી આવતા ફરીયાદીના પતી ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણીએ પોતાની જાતે ગળા ફાસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પત્નીએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular