HomeMorbiTankaraટંકારા ખાતે ચાઈનીઝ દોરાનું વેચાણ કરતો એક ઝડપાયો

ટંકારા ખાતે ચાઈનીઝ દોરાનું વેચાણ કરતો એક ઝડપાયો

ટંકારા પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટંકારા ટાઉન વિસ્તારમાં અલગ અલગ પતંગના સ્ટોલ ચેક કરી તપાસ કરતા આરોપી અફજલભાઇ ઇબ્રાહીમભાઇ માડકીયા ઉ.વ. ૩૧ રહે. ટંકારા મઢવાળી શેરીમાં તા.ટંકારા વાળાના કબજામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૬ કી.રૂ. ૯૦૦/- ની મળી આવતા ઇસમે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જેથી બી.એન.એસ. કલમ-૨૨૩ તથા જી.પી.એકટ કલમ-૧૩૧ મુજબ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular