HomeMorbiમોરબીના ટીંબડી ગામેથી વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના ટીંબડી ગામેથી વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં આવેલ જગદીશભાઇ ભગવાનજીભાઈ પટેલની વાડીની ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૯૧ તથા બીયર ટીન નંગ -૨૪ કિં રૂ. ૪૯,૬૪૩ ના મુદ્દામાલ સાથે આરોપી અંકુરભાઈ રમેશભાઈ ગણેશીયા (ઉ.વ.૨૫) રહે. ગણેશનગર પાટીદાર ટાઉન પાછળ ટીંબડી તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય એક શખ્સ રાજુભાઇ ઉડેચા રહે. રાણેકપર તા. હળવદવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Most Popular