HomeMorbiહળવદના સમલી ગામ પાસે આઇસર અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

હળવદના સમલી ગામ પાસે આઇસર અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

હળવદ તાલુકાના સમલી ગામે રહેતા લીલાબેન કરમશીભાઈ મુંધવા (ઉ.વ.૩૫) એ આરોપી આઈસર રજીસ્ટર નંબર -જીજે-૩૬-ટી- ૪૮૦૯નો ચાલક ગોવિંદભાઈ નારૂભાઈ મુંધવા રહે. સમલી ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ટાટા કંમ્પનીની આઇસર રજીસ્ટર નંબર GJ-36- T-4809ના ચાલક ગોવિંદભાઇ નારૂભાઇ મુંધવાએ પોતાના હવાલાવાળુ આઇસર વાહન પુર ઝડપે અને બ બેફીકરાયથી ચલાવી આવી ફરીયાદીના પતિ કરમશીભાઇ સતાભાઇ મુંધવા (ઉવ-૩૯)નો છકડો રીક્ષા રજીસ્ટર નંબર GJ-03-V -4262ને સામેથી ઠોકર મારી છકડો રીક્ષા પલટી મરાવી દઇ ફરીયાદીના પતિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી પોતાના હવાલાવાળુ આઇસર વાહન લઇ નાશી ગયો હતો. જેથી આ બનાવ અંગે મૃતકના પતિએ આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular