Saturday, April 25, 2026
HomeMorbiમોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ની અધ્યક્ષતામાં પીપળી રોડ લેમન સીરામીક ખાતે...

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ની અધ્યક્ષતામાં પીપળી રોડ લેમન સીરામીક ખાતે જાગૃતિ બાબતે ઉદ્યોગકરોની મીટીંગ યોજાઇ

Advertisement
Advertisement

આજરોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્રારા પીઆઇ શ્રી ચારેલ સાહેબ ની અધ્યક્ષતા માં પીપળી રોડ પર લેમન સિરામિક માં જાગૃતિ બાબતે ઉધોગકારો ની મીટીંગ આયોજીત થયેલી હતી.

જેમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયા માં ગુનાઓ અટકાવવા માટે સવિશેષ ધ્યાન આપવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચોરી લુંટફાટ ના ગુનાઓ અટકાવવા માટે નીચેની બાબતે ખાસ જાણકારી આપી હતી.

1) દરેક કંપની ના મેઇન ગેટ ઉપર અને રોડ ની બને બાજુ કવર થાય તે રીતે હાઈ રીઝોલ્યુશન સીસીટીવી કેમરા ખાસ લગાવવા.

૨) જરૂરી લાઇટિંગ વ્યવસ્થા કરવી જેથી કંપની કે આજુબાજુમાં થતા ગુનાઓ અટકાવી શકાય.

૩) કોઈ પણ વ્યક્તિ ને ગોડાઉન કે અન્ય પ્રોપર્ટી ભાડે આપી તો ભાડે રાખનાર ના પૂરતા આધાર પુરાવા લેવા. આધારકાર્ડ ઉપરાંત પાનકાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ પણ લેવુ. ભાડા કરાર પુરતા પુરાવા લઇને કરવા.

૪) કંપની માં કામ કરતા માણશો ના આધારકાર્ડ ખાસ રેકોર્ડ માં રાખવા. વિશેષ જરુર જણાય તેવા કિસ્સા માં બીજુ અન્ય ફોટો આઇડી લેવુ.

૫) કંપની માં ચોરી – લુંટફાટ કરતા કોઇ પકડાય તો કાયદો હાથ માં લેવો નહી અને નજીક ના પોલિસ સ્ટેશન માં અચુક જાણ કરવી.

આ જાગૃતિ માટે ની મીટીંગ માં પીપળી રોડ ના ઉધોગકારો તથા સિરામિક એસોસિએશન ના હોદેદારો હાજર રહ્યા હતા તથા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લેમન સિરામિક ના ભાગીદારો તથા કર્મચારીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular