Sunday, April 19, 2026
HomeMorbiMaliya Miyanaમાળીયા (મીં) વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી 800 લી. દેશી દારૂના જથ્થા સાથે...

માળીયા (મીં) વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી 800 લી. દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં

Advertisement
Advertisement

માળીયા (મીં): કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન માળીયા (મીં)માં અલગ-અલગ જગ્યાએથી કુલ-૮૦૦ લીટર દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ અલગ-અલગ ખાનગી બાતમીના આધારે માળીયા મીંયાણાના નાજ રોડ લાઇન્સ માળીયા મીંયાણા હાઇવે તથા ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી અલગ-અલગ પ્રોહીબીશનની સફળ રેઇડો કરી કુલ દેશીદારૂ લીટર- ૮૦૦ લીટર કિં.રૂ. ૧,૬૦,૦૦૦/- ના જથ્થા સાથે બે ઇસમો તૈયબભાઇ ગુલમહમદભાઇ માણેક ઉ.વ૩૫, રહે. હાલ-વીસીપરા, તા.જી. મોરબી, તથા પારસભાઇ દિનેશભાઇ સોલંકી ઉ.વ.૧૯, રહે. શોભેશ્વર રોડ, મફતીયાપરા, ઇરોજ કારખાના સામે, મોરબીવાળાને પકડી પાડી પ્રોહીબીશન હેઠળ અલગ-અલગ ગુન્હા રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular