HomeGujaratમોરબીના નેશનલ હાઈવે પર માટીનો ઢગલો ઠાલવી જનાર ટ્રક ચાલકને કાયદાનું ભાન...

મોરબીના નેશનલ હાઈવે પર માટીનો ઢગલો ઠાલવી જનાર ટ્રક ચાલકને કાયદાનું ભાન કરાવતી ટ્રાફિક પોલીસ 

મોરબી ટ્રાફીક શાખાના પો.ઇન્સ. એચ.વી.ધેલાની સુચના મુજબ જે.ડી.મીયાત્રા એ.એસ.આઇ તથા સ્ટાફના માણસો ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હતા જે દરમ્યાન સોશ્યલ મીડીયામાં લાલપર નજીક રોડ ઉપર કોઇ માટીનો ઠગલો ઠાલવી ગયાનુ હોય તેવો વાઇરલ થયેલ વિડિયો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

જે વિડીયો જોતા જેમાં મોરબી વાંકનેર ને.હા રોડ લાલપર સોલો સીરામીક સામે રોડ ઉપર લાલપર નજીક રોડ ઉપર માટીનો ઠગલો ઠાલવી જનાર વાહન તરીકે એક ટ્રક નંબર-GJ-13-AX-4593 હોવાનુ જાણવા મળે ટ્રકના રજી. નંબર-GJ-13-AX-4593 વાળા હોવાનું જણાય આવતા, તુરત જ સદરહું રજી. નંબર વાળા વાહનની e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી, સદરહુ ટ્રકના રજી. નંબર–GJ-13-AX-4593 સાથે હમીરભાઇ સુખાભાઇ મકવાણા રહે-મોળથળા તા. થાનગઢ જી-સુરેન્દ્રનગર વાળાને શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય, જેથી સદરહું ટ્રક ચાલક મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવેલ હતું.

RELATED ARTICLES

Most Popular