Sunday, April 26, 2026
HomeGujaratમોરબી શહેરમાંથી મોબાઈલ ચોરી કરનાર ઇસમને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો 

મોરબી શહેરમાંથી મોબાઈલ ચોરી કરનાર ઇસમને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો 

Advertisement
Advertisement

મોરબીમાં સમર્પણ હોસ્પિટલ નજીકથી મોબાઈલ ચોરી થયેલ ચોરીનો મોરબી પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. અને મોબાઈલ ચોરી કરનાર ઈસમને મોરબીના જૂના બસ સ્ટેન્ડમાંથી પકડી પાડ્યો છે.

મોરબી શનાળા રોડ સમર્પણ હોસ્પીટલના પગથીયા ઉતરતા સમયે ફરીયાદી દેવરાજભાઇ ચતુરભાઇ નદેહારીયા (રહે. રાતાભેર તા.હળવદ)વાળાના ખીસ્સામાથી મોબાઇલ ચોરી થયેલ હતો. જે બનાવ અંગે ફરિયાદ નોંધાતા મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હ્યુમન સોર્સીસના બાતમી આધારે મોરબી જુના બસ સ્ટેન્ડમાંથી મોબાઇલ ચોર રોહીતભાઇ શત્રુભાઇ રામજીભાઇ મકવાણા (રહે.ગોડલ તાલુકા પંચાયત જી. રાજકોટ)વાળાને પકડી પાડ્યો હતો. અને ઇસમની પુછપરછ કરતા તેને આ મોબાઇલ ચોરી કરેલાની કબુલાત આપતો હોય અને મોબાઇલ કોઇ અજાણ્યા ઇસમને વેચી નાખેલની કબુલાત આપી હતી. જેથી આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular