Sunday, April 26, 2026
HomeGujaratમોરબીના પીપળી ગામે શિવપાર્ક-2 સોસાયટીના રહેણાંક મકાનમાંથી 57 બોટલ વિદેશી દારૂ સાથે...

મોરબીના પીપળી ગામે શિવપાર્ક-2 સોસાયટીના રહેણાંક મકાનમાંથી 57 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના પીપળી ગામ નજીક શિવપાર્ક-2 સોસાયટીના રહેણાંક મકાનામાંથી વિદેશી દારૂની 57 બોટલ સાથે એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક ઈસમનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

મોરબી-જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલ શિવપાર્ક-2 સોસાયટીમાં રહેતો દર્શનભાઈ પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી. જેથી બાતમીને આધારે ઉપરોક્ત સોસાયટીના રહેણાંક મકાનમાં રેઇડ કરતા મકાનમાંથી મેકડોવેલ્સ કંપનીની 57 નંગ બોટલ મળી આવી હતી, જેથી આરોપી દર્શનભાઈ કનુભાઈ વરાળીયાની અટક કરવામાં આવી હતી. એલસીબીના દરોડા દરમિયાન પકડાયેલ આરોપી વિદેશી દારૂનો જથ્થો બોટાદથી આરોપી જયરાજભાઈ ખાચર પાસેથી લઈ આવ્યો હોવાનું જણાવતા, પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વોન્ટેડ આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular