HomeMorbiતેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર પોલીસે 11 જેટલા ખોવાયેલ મોબાઈલ મુળ...

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર પોલીસે 11 જેટલા ખોવાયેલ મોબાઈલ મુળ માલિકને પરત કર્યા 

વાંકાનેર: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી આશરે 2,94,688ની કિમતના કુલ-11 જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી વાંકાનેર સીટી પોલીસે મુળ માલિકને પરત કર્યા છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એ.જાડેજાના માર્ગદર્શન અને સુચના હેઠળ વાંકાનેર સીટી.પો.સ્ટે.ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી પો.સ્ટે.અનાર્મ પો.કોન્સ.ભરતભાઈ દલસાણીયા નાઓએ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી નીચે મુજબ ના કુલ-11 જેટલા આશરે 2,94,688ની કિંમતના મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર સીટી પોલીસ એ સાર્થક કરેલ છે.

RELATED ARTICLES

Most Popular