HomeGujaratમોરબી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપરથી 96 બિયરના ટીન સાથે એક ઈસમ...

મોરબી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપરથી 96 બિયરના ટીન સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ મદીના પેલેસ સામે આવેલ ખંઢેર મકાનની બાજુમાંથી બિયરના 96 ટીન સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે મદીના પેલેસ સામે રહેતા મુસ્તાક ઉર્ફે મુસો કટીયા પોતાના રહેણાંક પાસે આવેલ ખંઢેર મકાનની દીવાલની બાજુમાં દારૂની હેરાફેરી કરે છે, જેથી તુરંત પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા આરોપી મુસ્તાકભાઈ ઉર્ફે મુસો જુસબભાઈ કટીયા (રહે.અયોધ્યાપુરી મેઈન રોડ મદીના પેલેસ સામે) વાળો કિંગફિશર સ્ટ્રોંગ બિયરના 96 ટીન (કિ.રૂ.9,600) સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની સ્થળ ઉપરથી અટકાયત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular