HomeGujaratહળવદના કોયબા ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદના કોયબા ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં વોકળા કાંઠે આવેલ વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 180 મીલી.ની 49 બોટલ તેમજ બિયરના 24 ટીન મળી આવતા હળવદ પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી વિગતો મુજબ હળવદ પોલીસને બાતમી મળેલ કે સુખદેવસિંહ ઉર્ફે એસપી પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમીને આધારે તાલુકાના કોયબા ગામની સીમમાં વોકળા કાંઠે વાડીની ઓરડીમાં રેઇડ કરતા વિદેશી દારૂની 180મીલી. 49 નંગ બોટલ તેમજ કિંગફિસર બિયરના 24 ટીન મળી આવ્યા હતા. હળવદ પોલીસે કિ.રૂ.10,105 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી જીતેન્દ્ર ઉર્ફે સુખદેવસિંહ ઉર્ફે એસ.પી પથુભા ચાવડા (રહે.ગામ કોયબા તા.હળવદ) વાળો હાજર નહીં મળી આવતા તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular