Sunday, April 26, 2026
HomeGujaratટંકારા નગરપાલિકાએ 150 જેટલા આસામીઓના ગેરકાયદેસર દબાણો હટાવી લેવા નોટીસ ફટકારી 

ટંકારા નગરપાલિકાએ 150 જેટલા આસામીઓના ગેરકાયદેસર દબાણો હટાવી લેવા નોટીસ ફટકારી 

Advertisement
Advertisement

ટંકારા નગરપાલિકા દબાણ મામલે આકરાપાણીએ થઈ છે. ધડાધડ 150 જેટલા આસામીઓને ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવી લેવા નોટિસો ફટકારવામાં આવી છે. જેને લઈને દબાણકારોમાં સન્નાટો ફેલાઈ ગયો છે.ટંકારા નગરપાલિકા કાર્યરત થયા બાદ રોડ રસ્તા સફાઈ પાણી સહિતની સુવિધા માટે કમર કસી છે. તેવામાં રાજ્ય સરકારે દબાણકારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની સુચનાને પગલે ટંકારા નગરપાલિકા એક્શન મોડમા આવી પાલિકા હદમાં 150 જેટલા દબાણને જાતે દુર કરવા બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

ટંકારા ચિફ ઓફિસર ગિરીશ સરૈયા અને પાલિકા સ્ટાફ ટંકારા પોલીસ ઈન્સ્પેક્ટર કે એમ છાસિયા અને સ્ટાફ દ્વારા ફિલ્ડ ઉપર ઉતરી મોડી સાંજ સુધી 150 જેટલા દબાણને દુર કરવા નોટિસો આપી છે. જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 2 લોકોની નોન-વેજની દુકાન જે ખિજડીયા ચોકડી અને લતીપર ચોકડીએ આવેલ છે તેને પણ બે દિવસમાં હટાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular