Sunday, April 26, 2026
HomeGujaratટંકારા દેવળીયા (ઓટાળા) ગામે ઝેરી અસરથી મૃત્યુ થયું હોવાનું ફોરેન્સિક રિપોર્ટમાં સામે...

ટંકારા દેવળીયા (ઓટાળા) ગામે ઝેરી અસરથી મૃત્યુ થયું હોવાનું ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું 

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના દેવળીયા ગામે હર્ષદભાઈ ઘોડાસરાની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના કોસારીયા ગામના ખેત-શ્રમિક પરિવારની 18 વર્ષીય પુત્રી શારદીબેન રતનભાઇ મોંદાભાઇ રાઠવા વાડીએ કોઈ કારણોસર ચક્કર આવીને પડી જતા ટંકારાની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરી હતી, ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવારમાં મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી.

જેથી મૃતક શારદીબેન રતનભાઇ મોંદાભાઇ રાઠવાની ડેડબોડી ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે ફોરેન્સિક અહેવાલમાં યુવતીનું મૃત્યુ ઝેરી અસરને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું, હાલ ટંકારા પોલીસે યુવતીના મૃત્યુ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી ઉંડાણપૂર્વક તપાસની તજવીજ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular