મોરબી: પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય ગાંધીનગરનાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ તથા વહિવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તે અન્વયે 100 કલાકમાં આવા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાની સૂચના કરવામાં આવી હતી.
જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ,વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લા મોરબીની સુચના મુજબ મોરબી જિલ્લા વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની કુલ-187 ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ છે. જે પૈકી બુટલેગર-65, જુગારી-02, વારંવાર શરીર સંબંધી ગુન્હા કરતા ઇસમો-93, વારંવાર મિલ્કત સંબંધી ગુન્હા કરતા ઇસમો-19, તેમજ માઇનીંગ તથા અન્ય અલગ-અલગ પ્રકારના ગુન્હા કરતા ઇસમો-8 મળી કુલ 187 ઇસમોનો સમાવેશ કરવામાં આવેલ છે.




