હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંકજ ચમનભાઈ ગોઠી તથા તેના ભાઈ ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી નામના બે ભાઈ છે તેઓ વિરુધ્ધમાં ઈંગ્લીશ દારૂના અને હથિયારના અને મારામારીના તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે તે અસામાજિક તત્વોની કબજા ભોગવટાની હળવદમાં સામંતસર તળાવની પાળ પાસે હાઈવે નજીક આવેલ “ઘરનો રોટલો” નામની હોટલ છે. આ જમીન સરકારી હોવાનું પ્રાથમિક તપાસ કરતા જણાઈ આવેલ છે જેથી નગરપાલિકા દ્વારા નોટિસ ફાળવી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હોટલ નું બે જે.સી.બી મશીન દ્વારા ડિમોલેશન કરવામાં આવેલ છે. હોટલ ડિમોલેશન વેળાએ ચુસ્ત
પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.




