HomeGujaratવાંકાનેરમાં પ્રોહિબિશન પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઇસમે સરકારી જમીન પર કરેલ દબાણ દૂર...

વાંકાનેરમાં પ્રોહિબિશન પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઇસમે સરકારી જમીન પર કરેલ દબાણ દૂર કરાયું

મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર – માથાભારે ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી.

જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ રહીમભાઇ રાયધનભાઈ મોવર (રહે. વીશીપરા વાંકાનેર) વાળાએ સરકારી જમીન ઉપર કરેલ અન અધિકૃત દબાણ આશરે 1800 વાર જમીન જેની અંદાજીત કી. પાચ કરોડ રૂપિયાની છે જે સરકારી જમીન ઉપરનું દબાણ નગરપાલિકા વાંકાનેર તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા દુર કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular