HomeGujaratમોરબીમાં મકાન ભાડે આપનાર મકાનમાલિક વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયો

મોરબીમાં મકાન ભાડે આપનાર મકાનમાલિક વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયો

મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા દારૂ વેચવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બુટલેગર મહેબૂબ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરાની તપાસ અર્થે બુટલેગરના ઘરે ગયા હોય, ત્યારે તે મકાન માસિક રૂ.4,000માં ભાડે રાખ્યું હોય જે મકાન-માલીક હરેશભાઇ ભવાનભાઇ ડાંગર (રહે. મોટા દહીંસરા) વાળાએ આર્થિક લાભ મેળવવા પોતાનું મકાન ભાડે આપી તેનો ભાડા કરાર કે ભાડુઆતની વિગતો નજીકના પોલીસ મથકમાં નહિ આપી જીલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોય જેથી તેની વિરુદ્ધ જાહેતનામાં ભંગની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular